ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસ (ટ્રેન નંબર 19218/19217) ના પ્રાયોગિક સ્ટોપેજનો પ્રારંભ થયો.
ભાવનગર મંડળ હેઠળ ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને પ્રાદેશિક રેલવે સંપર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલરૂપે ટ્રેન નંબર 19218/19217 વેરાવળ–બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસના પ્રાયોગિક સ્ટોપેજનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સ્ટોપેજ મુસાફરોની સુવિધા અને પ્રાદેશિક રેલવે સંપર્કને મજબૂત બનાવવા માટે શરૂ કર્યું છે.
આ પ્રસંગે માનનીય જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા, માનનીય માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ લાખાભાઈ કરગઠિયા તથા માનનીય સરપંચ બાબુભાઈ મોકરિયા લીલી ઝંડી બતાવી ટ્રેન નંબર 19218/19217 વેરાવળ–બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા દૈનિક એક્સપ્રેસને રવાના કરી હતી.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોરવાડ રોડ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને બંને દિશામાં પ્રાયોગિક સ્ટોપે...
