Friday, October 23News That Matters
Shadow

Uncategorized

રાજકોટમાં રાત્રે ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકર અને વાજીંત્રોના ઉપયોગ પર પ્રતિબંધ

Uncategorized
રાજકોટ, નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા કડક નિયમો લાગુ જાહેરનમું બહાર પડાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈપણ આયોજક કે વ્યક્તિ દ્વારા લાઉડ સ્પીકર, ડીજે  કે અન્ય કોઈપણ પ્રકારના મોટેથી વાજીંત્રો વગાડવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય મોડી રાત સુધી ચાલતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને વિદ્યાર્થીઓ તથા સિનિયર સિટીઝનોને પડતી અસુવિધા અટકાવવાનો છે. રાજકોટ શહેરમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં રાખવા પોલીસ કમિશનર દ્વારા  પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ આયોજક કે મંડળ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારના માહોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિપૂર્વક ઉત્સવ ઉજવાય તે માટે...

આઇસીસી કેપટાઉનમાં 2027 વનડે વર્લ્ડ કપનું શેલ્ડયુલ જાહેર કર્યું

Uncategorized
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) એ 2027 વનડે વર્લ્ડ કપના શેડ્યૂઅલની જાહેરાત કરી છે.ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થશે , જ્યારે ફાઈનલ મુકાબલો 21 નવેમ્બરે રમાશે.ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાશે.આઇસીસી એ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કેપટાઉનમાં આ મેગા ઇવેન્ટના શેડ્યુઅલની જાહેરાત કરી. 2027 વનડે વર્લ્ડ કપમાં 10 ઑકટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થશે. બંને દેશોને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે, જે 7 ઑક્ટોબરે કેપટાઉનમાં રમાશે. આ પછી ટીમ ઇન્ડિયા 10 ઑકટોબરે જોહાનિસબર્ગમાં પાકિસ્તાન સામે ટકરાશે. 14 ઑક્ટોબરે સેન્ચુરિયનમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. 17 ઑક્ટોબરે ક્વોલિફાયર-Aથી આવેલી ટીમ સામે અને 24 ઑકટોબરે ઝિમ્બાબ્વે સામે ભારતની મેચ થશે. @ કેલેન્ડર જુઓ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ...

Stock Market Eight Week Fall Analysis શેરબજારમાં સતત 8 અઠવાડિયાથી કેમ આવી રહ્યો છે કડાકો? જાણો કયા સેક્ટરમાં કેટલું થયું નુકસાન

Uncategorized
Stock Market Eight Week Fall Analysis વિદેશી રોકાણકારોની અવિરત વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સેન્સેક્સનિફ્ટી દબાણમાં, બેન્કિંગ, રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં મોટો ઘટાડો by RAVI OZA October 2, 2026 Stock Market Eight Week Fall Analysis ભારતીય શેરબજારમાં છેલ્લા ૮ અઠવાડિયાથી ચાલી રહેલી મંદીના કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે, જેમાં વૈશ્વિક તણાવ, FIIની સતત વેચવાલી અને સેક્ટોરલ નબળાઈ મુખ્ય કારણો તરીકે સામે આવ્યા છે. Stock Market Eight Week Fall Analysis – કયા સેક્ટરમાં કેટલું નુકસાન અને સૌથી વધુ ધોવાણ આ આઠ અઠવાડિયાના ઘટાડા દરમિયાન વિવિધ ક્ષેત્રો પર ગંભીર અસર પડી છે. રિયલ્ટી સેક્ટર (Nifty Realty) માં સૌથી વધુ ૯ થી ૧૧ ટકાનો તીવ્ર કડાકો નોંધાયો છે, કારણ કે ઊંચા વ્યાજદરો વચ્ચે હાઉસિંગ ડિમાન્ડ ધીમી પડવાની ભીતિ છે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ (Bank Nifty) માં આશરે ૫ ...

કર્મણ્યેવાધિકારસ્તે : કર્મ, કર્મબંધન અને અકર્મનો સાચો માર્ગ.

Uncategorized
ભગવદ ગીતાનું પ્રસિદ્ધ વચન "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન" માત્ર એક શ્લોક નથી, પરંતુ સમગ્ર જીવન જીવવાની દિશા દર્શાવતું અમૂલ્ય સૂત્ર છે. આપણે રોજિંદા જીવનમાં "કર્મ" શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ભાગ્યે જ ક્યારેય વિચારીએ છીએ કે કર્મ શું છે, કર્મ કોણ કરે છે, કર્મનું ફળ કેવી રીતે મળે છે અને કર્મબંધનમાંથી મુક્તિ કેવી રીતે શક્ય બને છે. સામાન્ય રીતે આપણે કર્મનો અર્થ માત્ર કોઈ શારીરિક કાર્ય કરવો એવો સમજીએ છીએ, પરંતુ વાસ્તવમાં કર્મ માત્ર હાથ-પગથી કરવામાં આવતી ક્રિયાઓ પૂરતું સીમિત નથી. આપણા વિચારો, ભાવનાઓ, ઈચ્છાઓ, વાણી અને મનમાં સતત ચાલતી પ્રક્રિયાઓ પણ કર્મ જ છે. માનવ જીવનની દરેક ક્ષણ કર્મથી જ ભરેલી છે. આપણે શ્વાસ લઈએ છીએ, વિચારીએ છીએ, બોલીએ છીએ, નિર્ણય લઈએ છીએ અને દરેક ક્રિયા સાથે નવા કર્મનું સર્જન કરીએ છીએ. તેથી કર્મને સમજ્યા વિના જીવનને સમજવું અશક્ય છે. આજના સમયમાં ગીતા વિશે ઘણી ચર્ચા થાય છે, ...

વાર્તા – જીવન જીવવાની સાચી કળા “માણસે કેવી રીતે જીવવું જોઈએ” – એક પ્રેરણાદાયક વાર્તા

Uncategorized
સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હરિભાઈ નામના એક માણસ રહેતા હતા. તેઓ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા. નાનું માટીનું ઘર, બે ગાયો, થોડું ખેતર અને પરિવાર — એટલું જ તેમનું સમગ્ર વિશ્વ હતું. પૈસા બહુ નહોતા, પરંતુ દિલ ખૂબ મોટું હતું. ગામમાં કોઈને મદદની જરૂર પડે તો હરિભાઈ સૌથી પહેલા ત્યાં પહોંચી જતા. હરિભાઈ દરરોજ વહેલી સવારે ઊઠતા. સૂર્યોદય પહેલાં ભગવાનનું સ્મરણ કરતા અને પછી ખેતરમાં કામ કરવા જતા. મહેનત તેમના જીવનનો સૌથી મોટો આધાર હતો. તેમની પત્ની કાંતાબેન પણ ખૂબ સમજદાર અને સહનશીલ સ્ત્રી હતી. બંને પતિ-પત્ની જીવનમાં કેટલીય મુશ્કેલીઓ હોવા છતાં ક્યારેય ફરિયાદ કરતા નહોતા. ગામના ઘણા લોકો હરિભાઈને કહેતા, “તમે આખો દિવસ મહેનત કરો છો, છતાં ધનવાન કેમ નથી બનતા?” હરિભાઈ હંમેશા હસીને જવાબ આપતા, “માણસ પૈસાથી મોટો નથી બનતો, માણસ પોતાના કર્મોથી મોટો બને છે.” એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ન આવતા ખેતરો સૂક...

નાનાપોંઢાના માંડવા ગામની આદિવાસી માતાએ મજૂરી કરી દીકરીને ડોકટર બનાવી…જાણો ડોકટર દીકરીની સંઘર્ષમય સફર વિષે..

Uncategorized
નાનાપોંઢા: મહેનત, સમર્પણ અને મક્કમ મનોબળ આગળ ગમે તેવી ગરીબી અને મુશ્કેલીઓ પણ નમી જાય છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢા નજીક આવેલા માંડવા ગામની દીકરી ડૉ. સેજલ ગાંવિતની સંઘર્ષથી સફળતા સુધીની જીવનસફર આજે અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે  નાનાપોંઢાના માંડવા ગામની ડૉ. સેજલ ગાંવિતની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફરજન્મ પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી જન્મ પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીએ પોતાની માતા ત્યાગ અને સમર્પણના બળે આજે ડોક્ટર બનીને ગ્રામીણ વિસ્તારના દર્દીઓની સેવાનો અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે માતાના ત્યાગ, સંઘર્ષ અને દીકરી પરના વિશ્વાસથી સપનાં સાકાર થઈ શકે છે, અંતરિયાળ વિસ્તારમાં સેવા જન્મના એક મહિના પહેલાં જ પિતાનું અવસાન વર્ષ ૨૦૦૩માં સેજલનો જન્મ થયો તેના આશરે એક મહિના પહેલાં જ તેમના પિતાનું દુઃખદ અવસાન થયું હતુ. વર્ષ 2003માં સેજલનો જન્મ થયો. તેમના જન્મના આશરે એક મહિ...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીની અસરકારકતા પર 5 મોટી ખામીઓ અને નુકસાન તરફ ઈશારો કર્યો.

Uncategorized
દારૂબંધીની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉઠાવતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પ્રતિબંધ અંગેની પાંચ મોટી ખામીઓ અને નુકસાન તરફ સ્પષ્ટ ઈશારો કર્યો હતો. કોર્ટે આ દરમિયાન ગત્ત થોડા વર્ષોમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઝેરી દારૂના (લઠ્ઠાકાંડ) કારણે થયેલી દુર્ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગવાથી સરકારને આબકારી શુલ્ક (એક્સાઇઝ ડ્યુટી) તરીકે મળતા વિશાળ મહેસૂલનું ભારે નુકસાન થાય છે, અને તેની સાથે જ રાજ્યભરમાં કાયદો કડકાઈથી લાગુ કરવા તથા તસ્કરી પ્રતિબંધવા પાછળ સરકારી તિજોરી પર મોટું નાણાકીય ભારણ પડે છે. દારૂબંધીની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોવાથી પોલીસ અને વહીવટી તંત્રમાં લાંચ તથા ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાય છે. કાયદેસર દારૂ ઉપલબ્ધ ન થવાના કારણે અપરાધીઓ અને માફિયાઓ સક્રિય થઈ જાય છે. જેનાથી નકલી અને ઝેરી દારૂની કાળા બજારી ફૂલેફાલે છે. આ ઉપરાંત દારૂની અપ્રાપ્યતાને કાર...

નેશનલ હાઈવે પર ઢોર રખડતા પકડાશે તો પશુ માલિકોને જબ્બર દંડ ફટકારાશે

Uncategorized
દંડ નહી ભરે તો પશુ વેચીને દંડ વસૂલ કરાશે, કડક નિયમો તૈયાર દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો અને હાઈ સ્પીડ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે ચાલી રહેલી ગાડીઓની સામે અચાનક રખડતાં પશુઓ આવી જાય છે, જેનાથી રોડ અકસ્માતની સંભાવના વધી જાય છે. પરંતુ હવે રખડતાં પશુઓને કારણે થનાર જીવલેણ અકસ્માત પર લગામ લગાવવાની તૈયારી કરવામાં આવી છે. સરકાર તરફથી એક વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) જારી કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવેલા નિયમો અનુસાર જો કોઈ પોતાના પશુને હાઈવે કે એક્સપ્રેસવે પર છોડે છે તો પશુ માલિકની ઓળખ કરી ભારે દંડ ફટકારવામાં આવશે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ આદેશ લાવ્યું છે, જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગોથી રખડતાં ઢોરને હટાવવા માટે એક મજબૂત વ્યવસ્થા તંત્ર વિકસિત કરવાની વાત કહેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રખડતાં પશુઓથી થનારી ઘટના પર સુઓમોટો લીધો હતો. સર...