Wednesday, February 25News That Matters
Shadow

Gujarat

ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”

ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, વડોદર એકતા નગરના પ્રકાશ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું પ્રતિક ‘ગ્રીન ટ્રી’ બન્યું આકર્ષણનું કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં ભવ્ય ભારત પર્વ–૨૦૨૫નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ પર્વને ભવ્યતા આપી છે.આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન થયું છે....
દાહોદ ખાતે ‘આપદા મિત્રો’ની તાલીમ શિબિર યોજાઈ

દાહોદ ખાતે ‘આપદા મિત્રો’ની તાલીમ શિબિર યોજાઈ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, દાહોદ      દાહોદમાં આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવાના ઉદ્દેશથી, દાહોદ- પાવડી કેમ્પ, એસ.આર.પી. ગ્રુપ-૦૪ ખાતે 'આપદા મિત્રો' માટેની વિસ્તૃત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિર તારીખ ૦૧-૧૧-૨૦૨૫ થી તારીખ ૦૭-૦૧-૨૦૨૬ સુધી સતત ચાલશે, જેમાં દર અઠવાડિયે આશરે ૫૦ જેટલા નવા આપદા મિત્રોની બેચ તાલીમ મેળવશે.  દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી, તેમને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને તેના આયોજનની સઘન સમીક્ષા કરી હતી. ખાસ કરીને પ્રાયોગિક સૂત્રો પર ભાર મૂક્યો હતો. સાથે આપદા મિત્રોના રહેઠાણ અને ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતાં, તેમણે તાલીમાર...
આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ

આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, વડોદરા     રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા શરૂ કરાયેલ યુવા આપદા મિત્ર યોજના દેશના યુવાનોમાં આપદા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ, કુશળતા તેમજ જવાબદારીની ભાવના વિકસાવવા માટેની અનોખી પહેલ છે. ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા આ યોજના રાજ્યના સત્તર જિલ્લાઓમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. આ યોજનાનો બીજો તબક્કો “મેરા યુવ ભારત” શીર્ષક હેઠળ એક નવેમ્બર, બે હજાર પચ્ચીસથી શરૂ થયો છે. આ તબક્કા અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ તથા જિલ્લા નોડલ અધિકારી (યુ.એ.એમ.એસ.)ના માર્ગદર્શન હેઠળ સાત દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચમાં ૬૦ આપદા મિત્રોએ સફળતા પૂર્વક આપદા મોચનના વિવિધ પાસાઓનું જ્ઞાન મેળવ્યું છે. વડોદરા જિલ્લાના તાલીમ કાર્યક્રમનું આયોજન રાજ્ય અનામત પોલીસ સમૂહ-૧ તેમજ રાજ્ય આપદા મોચન દળના કેમ્પ,...
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ઉમરગામ      ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ઉમરગામ તાલુકાના સરઈ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ જીની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરગામથી એકતાનગર સુધીની જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત, પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં....
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ     સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રા તા. ૯ નવેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભા દીઠ યોજાનાર પદયાત્રા કાર્યક્રમનો રાજ્ય વ્યાપી શુભારંભ ૮૬- જૂનાગઢ વિધાનસભા પદયાત્રા કાર્યક્રમ થી થશે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે.પદયાત્રાનો રાજ્ય વ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢ થી થનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના પ્રયત્નોમાંથી મુકત કરી ભારતનો અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું યોગદાન છે.સરદાર વલ્લભભાઈ પટેલે દુરદર્શી, અડગ નિર્ણય શક્તિના લીધે આ કાર્ય સુપેરે પાર પાડ્યું હતું. કલેકટર વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ...
કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે : નાયબ‌ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે : નાયબ‌ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ભુજ      ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે‌ સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનો‌ ખ્યાલ મેળવ્યો હતો.  કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૦ IPS ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ૪૦ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. પુનરાજપર ગામ...
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ભુજ    ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૮૦, અડદના ભાવમાં રૂ. ૪૦૦ અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૩૬ નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સ...
ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સીમા સશસ્ત્ર દળને સહયોગ અને કામગીરીને બિરદાવતા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરી

ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સીમા સશસ્ત્ર દળને સહયોગ અને કામગીરીને બિરદાવતા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરી

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ભુજ      ભુજ ખાતે આગામી દિવસોમાં આયોજિત બીએસએફના સ્થાપના દિવસની કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે પધારેલા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરીએ ટીમ કચ્છના સ્પીરીટને બિરદાવીને ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને અભૂતપૂર્વ ગણાવ્યું હતું. બીએસએફ ડીજીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો બીએસએફ તેમજ અન્ય લશ્કરી દળોને સહયોગ, સમયસૂચકતા મુજબ બ્લેકઆઉટ માટે મદદ, મોકડ્રીલથી જનજાગૃતિ, લોજિસ્ટિક તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રસંશનીય ગણાવ્યો હતો. ભુજ કોડકી બીએસએફ હેડક્વાર્ટર ખાતે ડીજીશ્રીએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તેમજ જિલ્લા વહીવટીતંત્ર કચ્છની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. બીએસએફ ડીજી દલજીત ચૌધરીએ કચ્છ કલેક્ટર આનંદ પટેલ અન...
ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કર્યા. મુખ્યમંત્રીએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા તેમજ પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી. આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવકએ મુખ્યમંત્રીનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું....
બીએલઓ દ્વારા ખાસ સઘન સુધારણાના ૧૩ હજાર ફોર્મનું વિતરણ

બીએલઓ દ્વારા ખાસ સઘન સુધારણાના ૧૩ હજાર ફોર્મનું વિતરણ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, વડોદરા     ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે ગણતરી ફોર્મ વિતરણ કર્યું હતું અને સાંજે ચારેક વાગ્યા સુધીમાં અંદાજે ૧૩ હજાર જેટલા ફોર્મ વિતરિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ફોર્મ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેર અને પાદરાના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યા હતા....