સુરતી ગર્લને વિશ્વના નંબર-1 યુટ્યુબરે ગળે લગાવી:માયાની માનવતા જોઈ મિસ્ટર બિસ્ટે 10 હજાર ડૉલર આપ્યાં, ભાડાના ઘરમાં રહેતી છોકરીએ 365 દી’ દિલ ખોલી દાન કર્યું
મિસ્ટર બિસ્ટને મળવાનું મોટું સ્વપ્ન
માયાના મનમાં એક મોટું સ્વપ્ન પણ આકાર લઈ રહ્યું હતું. તેનું સૌથી મોટું લક્ષ્ય અને ડ્રીમ એ હતું કે તે કોઈપણ રીતે મિસ્ટર બિસ્ટ સાથે રૂબરૂ મુલાકાત કરે. તે સારી રીતે જાણતી હતી કે મિસ્ટર બિસ્ટ જેવા વૈશ્વિક સ્તરના સર્જકને મળવું એટલું સરળ નથી; તેના માટે સતત સંઘર્ષ, અથાક મહેનત અને કંઈક વિશેષ કરી બતાવવાની જરૂર હતી.
માયાએ ઇન્સ્ટામાં 'માયા ફોર બિસ્ટ'નું આઈડી બનાવ્યું
પોતાના આ લક્ષ્યને પાર પાડવા માટે માયાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ 'માયા ફોર બિસ્ટ' (Maya For Beast) રાખ્યું હતું. તેની પાછળનો વિચાર એ હતો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેનું એકાઉન્ટ કે આઈડી જુએ ત્યારે તેને કોઈ ખુલાસો આપવાની જરૂર ન પડે. આઈડીનું નામ વાંચતા જ સૌ કોઈ સમજી જાય કે આ છોકરીનું એકમાત્ર સપનું અને સંકલ્પ મિસ્ટર બિસ્ટ સુધી પહોંચવાનો અને તેમને મળવાનો છે.
નક્કી કર્યું કે ગરીબો અને ...
