Friday, October 23News That Matters
Shadow

Gujarat

મણિપુરમાં વંશીય હિં*સા શમવાનું નામ લેતી નથી, સેનાપતિમાં બે નાગા યુવકોની ગોળી મારીને હ*ત્યા

Breaking News, Gujarat, National, Politics
ઇમ્ફાલ. મણિપુરમાં વંશીય હિંસાનું ચક્ર શમવાનું નામ લેતું નથી. શનિવારે બપોરે, રાજ્યના સેનાપતિ જિલ્લામાં આવેલા કાલેનજાંગ ગામમાં અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં બે નાગા યુવકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી નાગા અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આ વધુ એક લોહિયાળ પ્રકરણ છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ આંતર-સમુદાય સંઘર્ષમાં ૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસ અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટના શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ સેનાપતિ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં બની હતી. આ ઘટના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહના લગભગ ૩૦ કિલોમીટર દૂર યોજાયેલા એક કાર્યક્રમમાંથી પરત ફર્યાના થોડા સમય બાદ બની હતી. ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક કામજોંગ જિલ્લામાં આવેલા પિલોંગ ગામમાં ચાર તાંગખુ...

દેશભરના મોબાઈલ રિટેલર્સ UPI QR કોડને કાળા કપડાથી ઢાંકીને પેમેન્ટ નહીં સ્વીકારે !!!

Breaking News, Gujarat, National
દેશભરના મોબાઈલ ફોન રિટેલર્સ 2જી ઓક્ટોબરે ‘નો UPI ડે’ ની તૈયારી કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના વિરોધમાં આ નિર્ણય લીધો છે. સંગઠનના જણાવ્યા મુજબ, ગાંધી જ્યંતિના દિવસે મોબાઈલ દુકાનદારો પોતાની દુકાનો પર લાગેલા UPI QR કોડને કાળા કપડાથી ઢાંકશે અને UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં. તેનો હેતુ સરકાર અને સંબંધિત પક્ષો સુધી રિટેલર્સની વ્યથા પહોંચાડવાનો છે. AIMRA અનુસાર, સરકારે 15મી ઓક્ટોબરથી 2,000 રૂપિયાથી વધુના વ્યાપારી UPI ટ્રાન્સફર પર 0.4 ટકા શુલ્ક લાગુ કર્યો છે. જોકે, વ્યક્તિથી વ્યક્તિ (P2P) વચ્ચે થતી UPI લેવડદેવડ અને નાની ચુકવણીઓને આ ચાર્જમાંથી બહાર રાખવામાં આવી છે. મોબાઈલ રિટેલર્સનું કહેવું છે કે, દુકાનદારો માટે UPI ના ઉપયોગ પર MDR લાગુ થવાથી તેમના કારોબાર પર સીધી નાણાકીય અસર પડશે. આ મુદ્દાને લઈને સંગઠને નાણાં મંત્રી નિર્મલ...

હેલ્મેટ હોત તો એક અમૂલ્ય જિંદગી બચી શકી હોત ‘ ગુજ્જુ લવગુરૂ ‘ ના અચાનક નિધનથી ચાહકોમાં શોક

Gujarat
ટ્રાફિકના નિયમો કડક હોય તે જરૂરી , પરંતુ એક ક્ષણની બેદરકારી સામે આખી જિંદગીની કિંમત ચૂકવવી પડે છે વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા ગુજરાતી કોમેડિયન ‘ગુજ્જુ લવ ગુરુ' ચંદન રાઠોડના આકસ્મિક રોડ અકસ્માતમાં થયેલા અવસાનના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે. 'હસાવતા ચહેરા પાછળ રહેલો એક પ્રતિભાશાળી કલાકાર અચાનક વિદાય લેતાં તેમના પરિવાર, મિત્રવર્તુળ, સાથી કલાકારો અને ચાહકોમાં ઘેરા દુઃખની લાગણી જોવા મળી રહી છે. ચંદન રાઠોડના અકસ્માતના સમાચાર મળતાની સાથે જ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. નરેશ ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ આચાર્ય સહિતના આગેવાનોએ ચંદન રાઠોડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. “ગ...

સુરતમાં ‘ વાઇફ સ્વેપિંગ ‘ માટે દબાણનો આક્ષેપ , પરિણીતાની ફરિયાદ બાદ પોલીસ તપાસ

Breaking News, Gujarat
સુરતમાં ‘વાઇફ સ્વેપિંગ’ માટે દબાણનો આક્ષેપ, પરિણીતાની ફરિયાદ બાદ પોલીસ તપાસ પતિ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ; કતારગામ પોલીસે તપાસ શરૂ કરી સુરત | 12-09-2026 સુરત શહેરમાં એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉત્તરાણ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાનો આક્ષેપ છે કે તેના પતિ દ્વારા તેને ‘વાઇફ સ્વેપિંગ’ અથવા ‘કપલ સ્વેપિંગ’ જેવી પ્રવૃત્તિમાં સામેલ થવા માટે દબાણ કરવામાં આવતું હતું. મહિલાએ તેનો વિરોધ કરતાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાએ કતારગામ પોલીસ મથકનો સંપર્ક કરી પતિ સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વર્ષ 2017માં થયા હતા લગ્ન ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલાના લગ્ન વર્ષ 2017માં ઉત્તરાણ વિસ્તારમાં રહેતા સંદિપ નામના યુવક સા...

ખંઢેર બની રહ્યો છે ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ : રાજવી વારસાને સંરક્ષણ ની રાહ

Breaking News, Gujarat, National, Politics
ખંઢેર બની રહ્યો છે ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ: મહારાજા ભગવતસિંહજીના જન્મસ્થળને સંરક્ષણની રાહ સંપૂર્ણ સમાચાર ધોરાજી: સૌરાષ્ટ્રના રાજવી ઇતિહાસની સાક્ષી સમાન ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ગોંડલના જાડેજા રાજવી પરિવાર અને ગોંડલ રજવાડાના ઇતિહાસ સાથે ધોરાજીનો ગાઢ સંબંધ રહ્યો છે. ગોંડલ રાજ્યની સ્થાપના ઈ.સ. 1634માં જાડેજા વંશના ઠાકોર કુંભોજી પ્રથમ મેરામણજી દ્વારા કરવામાં આવી હતી. ઐતિહાસિક નોંધો મુજબ બાદમાં ધોરાજી ગોંડલ રાજ્યનો ભાગ બન્યું. ધોરાજીના ઐતિહાસિક કિલ્લાનું નિર્માણ ઈ.સ. 1755માં પૂર્ણ થયું હોવાનું નોંધાયેલું છે. કિલ્લાની વિશાળ દીવાલ, બુરજો, ચાર મુખ્ય દરવાજા અને ત્રણ નાની બારીઓ ધોરાજીના જૂના રાજવી સ્થાપત્યની ઓળખ રહ્યાં છે. આ સ્થળનું વિશેષ ઐતિહાસિક મહત્ત્વ એ પણ છે કે ગોંડલ રાજ્યના પ્રખ્યાત શાસક મહારાજા સર ભગવતસિંહજી સંગ્…    ...
ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”

ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, વડોદર એકતા નગરના પ્રકાશ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું પ્રતિક ‘ગ્રીન ટ્રી’ બન્યું આકર્ષણનું કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં ભવ્ય ભારત પર્વ–૨૦૨૫નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ પર્વને ભવ્યતા આપી છે.આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન થયું છે....
દાહોદ ખાતે ‘આપદા મિત્રો’ની તાલીમ શિબિર યોજાઈ

દાહોદ ખાતે ‘આપદા મિત્રો’ની તાલીમ શિબિર યોજાઈ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, દાહોદ      દાહોદમાં આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવાના ઉદ્દેશથી, દાહોદ- પાવડી કેમ્પ, એસ.આર.પી. ગ્રુપ-૦૪ ખાતે 'આપદા મિત્રો' માટેની વિસ્તૃત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિર તારીખ ૦૧-૧૧-૨૦૨૫ થી તારીખ ૦૭-૦૧-૨૦૨૬ સુધી સતત ચાલશે, જેમાં દર અઠવાડિયે આશરે ૫૦ જેટલા નવા આપદા મિત્રોની બેચ તાલીમ મેળવશે.  દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી, તેમને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને તેના આયોજનની સઘન સમીક્ષા કરી હતી. ખાસ કરીને પ્રાયોગિક સૂત્રો પર ભાર મૂક્યો હતો. સાથે આપદા મિત્રોના રહેઠાણ અને ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતાં, તેમણે તાલીમાર...
આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ

આપદા મિત્રોને આપત્તિ નિવારણના વિવિધ પાસાઓની તાલીમ આપવાના કાર્યક્રમમાં પ્રારંભ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, વડોદરા     રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા શરૂ કરાયેલ યુવા આપદા મિત્ર યોજના દેશના યુવાનોમાં આપદા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ, કુશળતા તેમજ જવાબદારીની ભાવના વિકસાવવા માટેની અનોખી પહેલ છે. ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા આ યોજના રાજ્યના સત્તર જિલ્લાઓમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. આ યોજનાનો બીજો તબક્કો “મેરા યુવ ભારત” શીર્ષક હેઠળ એક નવેમ્બર, બે હજાર પચ્ચીસથી શરૂ થયો છે. આ તબક્કા અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ તથા જિલ્લા નોડલ અધિકારી (યુ.એ.એમ.એસ.)ના માર્ગદર્શન હેઠળ સાત દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચમાં ૬૦ આપદા મિત્રોએ સફળતા પૂર્વક આપદા મોચનના વિવિધ પાસાઓનું જ્ઞાન મેળવ્યું છે. વડોદરા જિલ્લાના તાલીમ કાર્યક્રમનું આયોજન રાજ્ય અનામત પોલીસ સમૂહ-૧ તેમજ રાજ્ય આપદા મોચન દળના કેમ્પ,...
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ઉમરગામ      ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ઉમરગામ તાલુકાના સરઈ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ જીની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરગામથી એકતાનગર સુધીની જનજાતિય ગૌરવ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત, પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં....
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ     સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રા તા. ૯ નવેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભા દીઠ યોજાનાર પદયાત્રા કાર્યક્રમનો રાજ્ય વ્યાપી શુભારંભ ૮૬- જૂનાગઢ વિધાનસભા પદયાત્રા કાર્યક્રમ થી થશે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે.પદયાત્રાનો રાજ્ય વ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢ થી થનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના પ્રયત્નોમાંથી મુકત કરી ભારતનો અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું યોગદાન છે.સરદાર વલ્લભભાઈ પટેલે દુરદર્શી, અડગ નિર્ણય શક્તિના લીધે આ કાર્ય સુપેરે પાર પાડ્યું હતું. કલેકટર વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ...