
ટ્રાફિકના નિયમો કડક હોય તે જરૂરી , પરંતુ એક ક્ષણની બેદરકારી સામે આખી જિંદગીની કિંમત ચૂકવવી પડે છે
વાવ-થરાદ સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા ગુજરાતી કોમેડિયન ‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડના આકસ્મિક રોડ અકસ્માતમાં થયેલા અવસાનના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે. ‘હસાવતા ચહેરા પાછળ રહેલો એક પ્રતિભાશાળી કલાકાર અચાનક વિદાય લેતાં તેમના પરિવાર, મિત્રવર્તુળ, સાથી કલાકારો અને ચાહકોમાં ઘેરા દુઃખની લાગણી જોવા મળી રહી છે. ચંદન રાઠોડના અકસ્માતના સમાચાર મળતાની સાથે જ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. નરેશ ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ આચાર્ય સહિતના આગેવાનોએ ચંદન રાઠોડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. “ગુજ્જુ લવ ગુરુ’ તરીકે ડિજિટલ કોમેડીના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવનાર ચંદન રાઠોડના નિધનથી તેમના સાથી કલાકારોની ટીમમાં શોકની કાળી છાયા છવાઈ ગઈ છે. જેમની રમૂજી રજૂઆતો લોકોને હસાવતી હતી, તે કલાકારના અચાનક નિધનના સમાચારથી તેમના ચાહકો પણ વ્યથિત બન્યા છે. તેમના સાથી મિત્રો અને કલાકારો માટે આ માત્ર એક સહકલાકારની વિદાય નથી, પરંતુ એક મિત્ર અને સર્જનાત્મક સાથી ગુમાવ્યાની મોટી ખોટ છે. અકસ્મિક અકસ્માત બાદ સ્વાભાવિક રીતે જ એક સવાલ
મનમાં ઊભો થાય છે. જો હેલ્મેટ પહેરેલું હોત તો શું પરિણામ અલગ આવી શક્યું હોત? તેનો ચોક્કસ જવાબ અકસ્માતની સંપૂર્ણ તપાસ વિના બાપી શકાય નહીં, પરંતુ હેલ્મેટ ગણી: ઈજાના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે તે હકીકત છે.
ટ્રાફિકના નિયમો માત્ર દંડથી બચવા માટે નથી; પાછળ એક પરિવાર, મિત્રો અને બાખું જીવન જોડાયેલું હોય છે. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જેવી મૂળભૂત સુરક્ષા બાબતોનું પાલન કરવું કેટલું જરૂરી છે, તે આ દુઃખદ ઘટના ફરી યાદ અપાવે છે. એક જ ક્ષણમાં બનેલો અકસ્માત આનો પરિવારનું જીવન બદલી નાખે છે. ‘ત્યારબાદ લાખો શબ્દો, સંવેદનાઓ અને શ્રદ્ધાંજલિઓ પણ ગયેલા માણસને પાછો લાવી શકતી નથી. ચંડત રાઠોડના નિધનથી ગુજરાડી ડિજિટલ કોમેડી ક્ષેત્રે અને તેમના સાથી કલાકારો-મિત્રોમાં જે ખોટ પડી છે તે પૂરી થવી મુશ્કેલ છે.
EDITOR – RAVIBHAI R.OZA
