
નવી દિલ્હી,
ગમે એટલા દિવસો કે મહિનાઓ લાગે અમે પીછેહઠ નહી કરીએ: રાહુલ
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી ગઠબંધનના વિરોધ પ્રદર્શનની સરખામણી ‘શિવની બારાત’ અને ‘શિવના તાંડવ’ સાથે કરતા જણાવ્યું હતું કે, “આ શિવનું તાંડવ છે, આમાં કોઈ ચોક્કસ પ્લાનિંગ હોતું નથી. વિપક્ષનો વિરોધ એ શિવની બારાત સમાન છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે.” INDIA ગઠબંધનના નેતાઓ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી દળો દ્વારા નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સુધી એક વિશાળ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાઓએ સરકારની નીતિઓ, ચૂંટણી પ્રક્રિયા તથા વિવિધ મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
બીજી તરફ, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભાજપના સાંસદ કંગના રનૌત સહિતના નેતાઓએ વિપક્ષની શૈલી અને રાહુલ ગાંધીના નિવેદન સામે સવાલ ઉઠાવ્યા હતા. રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા આ પ્રદર્શન અને સુપ્રીમ કોર્ટ તરફની કૂચને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે.
