Friday, October 23News That Matters
Shadow

આઇસીસી કેપટાઉનમાં 2027 વનડે વર્લ્ડ કપનું શેલ્ડયુલ જાહેર કર્યું

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) એ 2027 વનડે વર્લ્ડ કપના શેડ્યૂઅલની જાહેરાત કરી છે.ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત 2 ઓક્ટોબર 2027થી થશે , જ્યારે ફાઈનલ મુકાબલો 21 નવેમ્બરે રમાશે.ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાશે.આઇસીસી એ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કેપટાઉનમાં આ મેગા ઇવેન્ટના શેડ્યુઅલની જાહેરાત કરી.

2027 વનડે વર્લ્ડ કપમાં 10 ઑકટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થશે. બંને દેશોને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે, જે 7 ઑક્ટોબરે કેપટાઉનમાં રમાશે. આ પછી ટીમ ઇન્ડિયા 10 ઑકટોબરે જોહાનિસબર્ગમાં પાકિસ્તાન સામે ટકરાશે. 14 ઑક્ટોબરે સેન્ચુરિયનમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. 17 ઑક્ટોબરે ક્વોલિફાયર-Aથી આવેલી ટીમ સામે અને 24 ઑકટોબરે ઝિમ્બાબ્વે સામે ભારતની મેચ થશે. @ કેલેન્ડર જુઓ

દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબીયાના 12 વેન્યુ પર 2027 વનડે વર્લ્ડ કપની કુલ 57 મેચો રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે. દક્ષિણ આફ્રિકાના 8, ઝિમ્બાબ્વેના 3 અને નામીબીયાના 1 વેન્યુ પર મેચો રમાડવામાં આવશે.

2027 વર્લ્ડ કપનું ફોર્મેટ ખૂબ જ અલગ અને રસપ્રદ છે. શરૂઆતમાં જ બે ટીમો બહાર થઈ જશે. આ પછી 12 ટીમો વચ્ચે ટ્રોફી માટે જંગ જામશે. આ 12 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

ગ્રુપ-એ

અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-A છે.

ગ્રુપ-બી

બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલૅન્ડ અને ક્વોલિફાયર-B છે.

અત્યાર સુધી ICC 2027 વનડે વર્લ્ડ કપ માટે કુલ 10 ટીમોએ ક્વોલિફાય કર્યું છે. વેસ્ટ ઈન્ડીઝ તેમાં સામેલ નથી. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ, ન્યુઝીલૅન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને ICCની વનડે રે આધારે સીધું ક્વોલિફાય કર્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *