Wednesday, February 25News That Matters
Shadow

મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી

આઝાદ મીડિયા લાઈવ, મોરબી 

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી.

આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *