Wednesday, February 25News That Matters
Shadow

Author: Admin

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લાના તમામ BLOs ની વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લાના તમામ BLOs ની વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, દાહોદ     જીલ્લાના તમામ મતદાર નોધણી અધિકારીઓની કચેરી ખાતે મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ બાબતે તમામ BLOs ની તાલીમ યોજવામાં આવેલ, સદરહુ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડે દ્વારા વર્ચ્યુઅલ તાલીમ આપવામાં આવી હતી. મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના ગણતરીના તબક્કામાં BLOs દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મ (EF) નું વિતરણ કરશે, તેમજ મતદાર પાસેથી ભરેલ ગણતરી ફોર્મ (EF) પરત લઈને ઓનલાઈન અપલોડ કરશે, તેમજ ગણતરીના તબક્કામાં BLO તેમના વિસ્તારમાં ઘરે ધરે ફરીને મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે તેવી સૂચના આપવામાં આવી. તેમજ જણાવ્યું હતું કે તમામ BLOs અને BLO supervisor ને ખાસ સધન સુધારણા (SIR) લક્ષી જોગવાઈઓ ને ધ્યાને રાખીને સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવુ તેમજ ગંભીરતાથી...
વડોદરામાં માવઠાથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ

વડોદરામાં માવઠાથી પાક નુકસાનનો સર્વે પૂર્ણ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, વડોદરા    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ત્વરિત સૂચનાથી વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ખેતીવાડી ખાતાની ૧૦૭ જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના ૬૬૮ ગામોમાં સ્થળ મુલાકાત થકી ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના આઠેય તાલુકામાં કુલ એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં ૩૩ ટકા કે તેનાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ વાવેતર વિસ્તારમાં ડાંગર, સોયાબીન, મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું હોવાનું ખેતીવાડી ખાતાએ તારણ કાઢ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીએ કમોસમી વરસાદની અણધારી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ...
મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી

મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા મુખ્યમંત્રી

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, મોરબી     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી. આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી....
ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી 

ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી 

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ગીર-સોમનાથ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછલા કેટલાક દિવસોમાં થયેલ કમોસમી વરસાદથી કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિના સંદર્ભે આજે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સાથે લીધેલ આ મુલાકાત દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. તેમણે ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે. અત્રે ઉલ્લેખની...
જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ

જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, જામનગર      ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત બીએલઓ માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. જે પૈકી તા.૧ થી તા.૩ નવેમ્બર સુધી વિધાનસભા વિસ્તાર દીઠ બીએલઓને તાલીમ આપવામાં આવી રહી છે.    આ કાર્યક્રમ અન્વયે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર માટે એમપીશાહ કોમર્સ કોલેજ ખાતે ચાલી રહેલ તાલીમ કેન્દ્રની તથા ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર માટે જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે ચાલી રહેલ BLO તાલીમમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  આ તાલીમમાં જામનગર જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ, ...
ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલની નવી OPD બિલ્ડીંગ માટે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી સગવડો અંગે સમીક્ષા હાથ ધરાઈ

ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલની નવી OPD બિલ્ડીંગ માટે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી સગવડો અંગે સમીક્ષા હાથ ધરાઈ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, જામનગર    જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ પ્રોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડીમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા OPD એરિયામાં તબક્કાવાર શિફ્ટિંગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે.    આ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જામનગર દ્વારા મોકલવામાં આવેલી ટીમ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા જાહેર જનતાને શિફ્ટિંગ દરમિયાન મહત્તમ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે. જાહેર જનતાના લાભાર્થે, જ્યારે OPD વિસ્તારમાં દૈનિક આશરે ૬૦૦૦ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની અવર-જવર રહેશે તેવા સંજોગોમાં તેમના માટેની બેઠક વ્યવસ્થા અને જરૂરી પાર્કિંગ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.    પાર્કિંગ વ્યવસ્થા માટે કોલેજ કમ્પાઉન્ડની દિવાલની બહારનો વિસ્તાર તૈયાર કરવા માટેનું જાત નિરીક્ષ...
ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ભુજ     કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉના વંચાણ-૪વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર પાડવા વંચાણ-૬વાળી દરખાસ્ત રજુ થયેલ છે જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આન...
લાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

લાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ભુજ      રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, મુંદરાના વંચાણ-જ વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર પાડવા વંચાણ-૬વાળી દરખાસ્ત રજૂ થયેલ છે જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.     કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ...
કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે…

કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે…

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર       રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.       રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.       ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે....
પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Gujarat
આઝાદ મીડિયા લાઈવ, સુરત      પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદ મછારનું સુરત માહિતી પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.      કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત નિયામક (જોઈન્ટ ડિરેક્ટર)ને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિધિવત પદભાર સંભાળનાર મછારની જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી અને જિલ્લા વહીવટી તંત્ર અને સંચાર માધ્યમો સાથે સુસંકલનની ભૂમિકા અગત્યની સાબિત થશે. 'ટીમ માહિતી' હકારાત્મક પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકકલ્યાણકારી યોજનાઓ સુરત જિલ્લાના પ્રજાજનો સુધી પહોંચાડશે તેવી કટિબદ્ધતા નવનિયુક્ત JDI એ દર્શાવી હતી.    નાયબ માહિતી નિયામક તરીકે નર્મદા જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા અરવિંદ મછારનું સંયુકત માહિતી નિયામક તરીકે પ્રમોશન થતા સુરત પ્રાદેશિક માહિતી કચેરીનો પદભાર સંભાળ્યો હતો.  ...